હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે,
તકદિર લખનાર ને દિલ આભાર કહે છે

લખું કેમ શબ્દ માં હું પ્રેમ મારી બેની નો,
દઈને પોતાની મુસ્કાન,મારા આંસુ એ હરે છે

વેદના તો આવતી રહે છે જીવન માં કોકવાર,પણ
નૈન માં એના,મને હમેશા ખુશી મળે છે

મીઠો અવાજ સાંભળી બેનીનો, દુઃખ બધા દૂર થઇ જાય છે,
શતાયુ નું જીવન જીવે,આ ભાઈ પ્રાર્થના એ કરે છે

ખાસ માનું આભાર ઈશ્વરનો કે બહેન આવી આપી,
રાખીશ એને દિલમાં પ્રભુ,કેમકે તુજ અંશ એમાં રહે છે…