ભાઈ ના બધા દુઃખ પોતે લઇ જાય, એને બહેન કેહવાઈ,
દૂર થી પણ ભાઈ ની પીડા નો જેને એહસાસ થાઈ,એને બહેન કેહવાઈ.

શબ્દો ને તો સમજી શકે આ આખી દુનિયા,
પણ જેને ભાઈ નું મૌન પણ સમજાઈ,એને બહેન કેહવાઈ

લડતી રહેતી એ હંમેશા એના ભાઈ સાથે,
ને ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય,એને બહેન કહેવાય

પહેલા કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને,
ને પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય, એને બહેન કહેવાય

શોધવા રહી જઈએ આપણે ઈશ્વર ને મંદિરોમાં,
ને ખુદ ભગવાન જે મિત્ર સ્વરૂપે મળી જાય,એને બહેન કેહવાઈ