ફરિયાદ હતી મારી કે જીવન માં એક બેન ની કમી છે,
થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે

હજી પણ હસતા આવી જાય છે આંખમાં પાણી મીઠી યાદો ને યાદ કરતા,
રમેશભાઈ ની વેન માં આપણે જ્યારે ઘરે પાછા ફરતા

દસમાં ધોરણ માં 15 નંબર ના ક્લાસ માં વાંચવા બેસવું,
વાંચવાની જગ્યા એ વાતો કરી ખુબ હસવું,
મારા જીવન ની ઝોળી તે ખુશીઓથી ભરી છે,
થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે

પેહલી વાર રક્ષાબંધન આવતા તમારી મેં ખુબ વાટ જોઈ હતી,
તારી પાસે રાખડી બંધાવી,ખુશી માં આંખો બહુ રોઈ હતી,

કરી હતી એક ભૂલ મેં.તારા પર ગુસ્સે થઇ ને,
છતાં માફ કર્યો તે મને હસી લઇ ને,
હવે જીવનભર સાથ નિભાવીશ,આ પ્રોમિસ મેં કરી છે,
થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે

યાદો ઘણી છે પણ શબ્દો માં ઓછા પડે છે,
તારા જેવી બહેન ભાગ્યશાળી ને જ મળે છે

સંબંધ નથી લોહીનો છતાં તું સગી થી પણ વિશેષ છે
મારા દિલ ને જીવન માં તારી માટે special place  છે
ભુલતી નહીં ક્યારેય ભાઈ ને,અને કરજે ભૂલચૂક માફ,બસ આટલી request કરવી છે
થયા હશે ઈશ્વર ખુશ,માટે જ તું મારી બહેન બની છે