નિખાલસતા હતી શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમ માં,
આજકાલ તો પડે છે  બધા ખાલી વ્હેમ માં,
પ્રેમ ની કિંમત કરેલા ખર્ચા ઉપર થી મપાય છે,
સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાઈ છે

પેહલા ચેહરો જોઈ આકર્ષણ થાઈ છે,
અને પછી સ્વભાવ ન મળતા ઘર્ષણ થાઈ છે,
પ્રેમ માં પણ હવે એક આવે ને એક જાય છે,
સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાઈ છે

દૂર હોઈ પ્રેમીઓ તો એકબીજાની યાદ સતાવતી,
દિલ ની વાત પત્ર દ્વારા એકબીજાને કહેવાતી,
હવે તો બસ બીજાની શાયરીઓ ફોરવર્ડ થાય છે,
સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાઈ છે

પળાતાં વચનો સાત જન્મો સુધી સાથના,
રાચતા આજીવન સુધીના સંબંધો વિશ્વાસના,
કેવા ખોખલા એ સંબંધ,જે નાની વાત માં તૂટી જાય છે,
સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાઈ છે

રહે છે હંમેશા સાથ,પણ અંતરમાં અંતર હોઈ છે,
જાણે બે કિનારા વચ્ચે એક સમંદર હોઈ છે,
હવે પ્રેમ કરતા એક બીજા માટેની ફરિયાદ વધુ થાય છે,
સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાય છે

કહ્યો છે લોકો એ પ્રેમ ને આંધળો,
પણ આજકાલ નો પ્રેમ તો જાણે છે સાવ પાંગળો,
ખુદની આવી હાલત જોઈને પ્રેમ પણ મૂંઝાઈ છે,
પણ..સાચો પ્રેમ હવે ક્યાં ક્યાંય દેખાઈ છે ?!!