રિસાવ જો હું,
મને મનાવનાર,
ક્યાં મળે છે ?

રડું ક્યારેક,
આંસુને લૂછનાર
ક્યાં મળે છે ?

બેસું છું શાંત,
દબાવીને દિલમાં
દુખનો ભાર

પણ આ મારું
મૌન સમજનાર,
ક્યાં મળે છે ?

કરું હું ક્યાંથી,
વાત તને દિલની,
તું તો દૂર છે

દૂરના દિલ,
નજીક લાવનાર,
ક્યાં મળે છે ?

મૂકી આવે સૌ,
સ્મશાને મદડાંને,
શ્વાસ ખૂટતાં

અંતિમ શ્વાસે,
જિંદગી આપનાર
ક્યાં મળે છે ??