શિવ એ જગતપિતા છે,પણ દરેક માણસ માટે એમના પિતા શિવ હોય છે

એને લગતી એક નાનકડી હાઈકુ રચના
હાઈકુ(5-7-5)
વહે છે ગંગા,

લાગણીભરી આંખે,

પિતા જ શિવ
દુખ-વિષ પી,

સુખ-અમૃત આપ્યું,

પિતા જ શિવ
માંગ્યા વિના જ,

પુરી કરે એ આશ,

પિતા જ શિવ
સમાયું જગ,

એમના ચરણોમાં,

પિતા જ શિવ
ઈશ્વર શિવ,

મારા ઈશ્વર પિતા,

પિતા જ શિવ