Search

શબ્દોની દુનિયા

Category

હાઇકુ

મુજથી છીનવીને પણ મોત અમને સાવ અલગ ન કરી શકી,
હકીકત ને હાથતાળી આપીને એ હજીયે મને સ્વપ્ને મળે છે

Advertisements

એક છેલ્લી વાત મારી માનશો?

મારા માટે, શું અહીં પાછા આવશો??

બધા પોતપોતાની રીતે અર્થઘટન કરતા હતા,
હું લાગણી લખતો હતો ને લોકો માત્ર શબ્દો સમજતા હતા

રોજ થોડો-થોડો તૂટતો જાઉં છું,
રોજ પોતાના ટુકડા જોડતો જાઉં છું
રોજ મારામાંથી ખોવાઈ જાઉં છું હું,
રોજ મારામાં મને શોધતો જાઉં છું.

પીડા બસ આ વાતની થાય છે..

પીડા મને બસ આ વાતની થાય છે,હું કહું છું કે ખુશ છું હું,

અને તું એ વાત માની જાય છે
ખુશી તો ક્યાં રહી છે હવે એકબીજાને મળવાની,

સામે આવે છે ત્યારે હસીને બસ સંબંધ સચવાય છે
તારી સાથે રહીને પણ થાય છે અહેસાસ એકલતાનો,

મને મૌન રહી કહેવાની આદત,ને તને માત્ર શબ્દ સમજાય છે
રિવાજ હતો આ દુનિયાનો,તે પણ તોડ્યો નથી,

જેના પર સૌથી વધુ આશા હોય,એ જ નિરાશ કરી જાય છે​

એમના વગર ‘જીવવું’ એ જીવવું તો ન જ કહી શકાય,
આતો બસ શ્વાસ ચાલે છે માટે જિંદગી લંબાય છે

જય શ્રીરામ

હાઈકુ(5-7-5)
જેના નામથી,

      તરી જાય પથ્થર,

એ છે શ્રીરામ
પ્રાણના ભોગે,

      જે નિભાવે વચન,

એ છે શ્રીરામ
શત્રુને પણ,

      મુક્તિ આપે પ્રેમથી,

એ છે શ્રીરામ
ભાઈને માટે,

      છોડી દે રાજપાટ,

એ છે શ્રીરામ
સ્પર્શ માત્રથી,

      શલ્યાને જીવ આપે,

એ છે શ્રીરામ
એઠાં બોરને

      પણ પ્રેમથી ખાય,

એ છે શ્રીરામ
જેના નામથી,

      લૂંટારો ઋષિ બને,

એ છે શ્રીરામ
પુરુષોત્તમ,

      છે આ જગતમાં જે,

એ છે શ્રીરામ
નમે છે શિષ,

      છે હ્રદયે અવાજ

જય શ્રીરામ
રામનવમીની શુભકામનાઓ
ngkmywords.wordpress.com

ભુલાયો કક્કો,

એબીસીડી પાછળ,

અંધ દોટમાં

એ જ જિંદગી

હાઈકુ-ગઝલ
આંખ છે ભીની,

      મુખે હસવું પડે,

એ જ જિંદગી
સત્ય જાણીને,

      ખોટું કહેવું પડે

એ જ જિંદગી
લાગણી હોય,

      કઠોર રે’વુ પડે,

એ જ જિંદગી
મૌન રહીને,

      ઘણું કહેવું પડે

એ જ જિંદગી
ઈચ્છા ન હોય,

      છતાં જીવવું પડે,

એ જ જિંદગી
ngkmywords.wordpress.co

તું સાથે હોત તો

તું સાથે હોત તો,રડવું હતું આંખોને દિલ ખોલીને,તું નથી…માટે દિલ એ બંધ આંખે ખુબ રડી લીધું
તું સાથે હોત તો,કહેવી હતી ઘણી વાતો તને,

તું નથી…માટે પોતાનાથી પણ મૌન લઇ લીધું
તું સાથે હોત તો, તારો સાથ જ હોત મહેફિલ મુજ માટે,  

તું નથી…માટે બધા સાથે,મહેફિલમાં પણ એકલા રહી લીધું
તું સાથે હોત તો, હળવું કરી લેત હૈયા ને તારી પાસે,

તું નથી…માટે એકલા જ બધું દુઃખ સહી લીધું
તું સાથે હોત તો, સમજી શકી હોત લાગણીઓને વગર કહ્યે,

તું નથી…માટે ગઝલમાં શબ્દો રૂપે બધું કહી દીધું
સાચું કહું?

તું સાથે હોત,તો કશો પ્રશ્ન જ ના હોત જીવનમાં,

તું નથી…માટે આ પ્રશ્નો સાથે જ જીવવાનું શીખી લીધું

Create a free website or blog at WordPress.com.

Up ↑