Search

શબ્દોની દુનિયા

Tag

શાયરી

મશહૂર થતા જાય છે

કોઈને કોઈ કારણે મજબૂર થતા જાય છે,
કારણ વિના સૌ મુજથી દૂર થતા જાય છે

ઠોકરો સામે બહુ સંભાળીને રાખવા છતાંય,
જિંદગીના ઘા સામે સપના ચકચૂર થતા જાય છે

દર્દ પણ એમણે આપ્યું છે જે ખુદ દર્દની દવા છે
આંસુ આપનાર જ આંખોનું નૂર થતા જાય છે

ફરી ફરીને તાજા કરી જાય છે જુના જખ્મો,
ક્યારેક સમય સાથે સ્મરણો ક્રૂર થતા જાય છે

શબ્દે શબ્દે બસ એમને જ લખ્યા છે મેં
મારી ગઝલોમાં એ મશહૂર થતા જાય છે

સમજાવવા માટે

શબ્દ ખૂટી પડે છે ક્યારેક દર્દ સમજાવવા માટે,
મુખોટુ સ્મિતનું પહેરે છે લોકો,આંસુ છુપાવવા માટે

ડર છે ક્યાંક વરસી ન પડે આંસુઓ આંખમાંથી,
આવતું નથી હવે કોઈ રડતાને હસાવવા માટે

એકલા હોવાનો ચાલો એક તો ફાયદો થયો
કોઈ નથી હવે મારી પાસે ગુમાવવા માટે

બનાવવો પડ્યો માર્ગ જાતે જ મારે મારા માટે,
કોઈ હતું નહીં મને રસ્તો બતાવવા માટે

ઠોકર પણ જીવનમાં એવા સમયે લાગી કે,
જ્યારે હતું નહીં કોઈ , મને સંભાળવા માટે

આખું જીવન બીજાઓનો બોજ ઉપાડ્યો હતો,
અંતે તો માત્ર ચાર લોકો હતા, મને ઉપાડવા માટે

તમને યાદ કરી લઉં છું હું

રોજ તમારી વાટ જોતાં જોતાં, તમને યાદ કરી લઉં છું હું
આમ તમારી યાદોમાં રહેતા રહેતા,તમને યાદ કરી લઉં છું હું

શુ કરવું? રડી પણ નથી શકતો હવે તમને યાદ કરીને ,
માટે બધા સાથે હસતા હસતા,તમને યાદ કરી લઉં છું હું

કહી નથી શકતો કોઈને પણ,ખોટ તમારી કેટલી વર્તાય છે,
ક્યારેક આમ લખતા લખતા,તમને યાદ કરી લઉં છું હું

કહેવાનું તો ઘણું છે પણ સાંભળવા માટે હવે તમે નથી,
માટે જ હવે મૌન રહેતા રહેતા,તમને યાદ કરી લઉઁ છું હું

ફરિયાદ હંમેશ રહેશે મારી ઈશ્વર માટે કે તમને દૂર કર્યા મુજથી,
બસ આમ કુદરત સાથે લડતા લડતા,તમને હદ કરી લઉઁ છું હું

સાચું કહું તો ભુલ્યો જ નથી હું ક્યારેય તમને આજ સુધી,
બસ તમારી યાદ માં જીવતા જીવતા,તમને યાદ કરી લઉં છું હું

તારી સાથે…તારા વગર

રોજ કેટલીયે વાત કરું છું હું…તારી સાથે…તારા વગર

એક જ જગ્યાએ તો મન હળવું કરું છું હું…તારી પાસે…તારા વગર

બધા સામે હસી હસીને થાક્યા પછી,

એક જ જગ્યાએ તો દિલ ખોલીને રડું છું હું…તારી પાસે…તારા વગર

તૂટી ચુક્યો છું પૂરો છતાં બધા સામે અડીખમ ઉભો છું,અહમ છોડી આજે પણ એક જગ્યાએ વિખેરાઈ શકું છું હું…તારી પાસે…તારા વગર

બધા સાથે રહીને પણ હંમેશા એકલો જ હોઉં છું હું

છતાં તું પાસે નથી એની ફરિયાદ કરું છું હું…તારી પાસે…તારા વગર

બસ ખાલી તને મળવા માટે જ હું મોત પણ હસીને સ્વીકારી લઈશ,

પણ શ્વાસ ચાલે છે ત્યાં સુધી રોજ હું જીવું છું હું…તારી સાથે…તારા વગર

પીડા બસ આ વાતની થાય છે..

પીડા મને બસ આ વાતની થાય છે,હું કહું છું કે ખુશ છું હું,

અને તું એ વાત માની જાય છે
ખુશી તો ક્યાં રહી છે હવે એકબીજાને મળવાની,

સામે આવે છે ત્યારે હસીને બસ સંબંધ સચવાય છે
તારી સાથે રહીને પણ થાય છે અહેસાસ એકલતાનો,

મને મૌન રહી કહેવાની આદત,ને તને માત્ર શબ્દ સમજાય છે
રિવાજ હતો આ દુનિયાનો,તે પણ તોડ્યો નથી,

જેના પર સૌથી વધુ આશા હોય,એ જ નિરાશ કરી જાય છે​

એમના વગર ‘જીવવું’ એ જીવવું તો ન જ કહી શકાય,
આતો બસ શ્વાસ ચાલે છે માટે જિંદગી લંબાય છે

Create a free website or blog at WordPress.com.

Up ↑